કાચી કેરી નો બાફલો ખીચડી સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે
To read this Recipe in English with picture click here.
Raw Mango Juice (Kachi Keri No Baflo )
સામગ્રી:
કાચી કેરી - 1 નાની
ગોળ - જરૂર પ્રમાણે
મીઠું - જરૂર પ્રમાણે
વઘાર માટે
જીરું - 1 ટી સ્પૂન
મરચું - 1 ટી સ્પૂન
ઘી - 2 ટી સ્પૂન
રીત:
-કેરીને ધોઈ, છોડાં સાથે બાફીને તેનો ગર કાઢવો
-એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લેવું, તેમાં ગોળનો ભૂકો ઓગાળવો
-હેન્ડ મિક્સરથી તેને એક રસ કરી લો
-તેમાં મીઠું અને જીરા નો વઘાર કરી નાખવું
-વઘાર માં લાલ મરચું નાખવું જેથી કલર સરસ આવી જાય
-ફ્રિજમાં ઠંડુ કરી તેને સર્વ કરો.
-આપને જો તડકામાં ફરવાનું હોય તો બાફલો સાથે રાખો તેનાથી લૂ નથી લાગતી