August 17, 2013

સાબુદાણા ની પેટીસ - ગુજરાતી માં

સાબુદાણા માં લો કેલરી હોઈ છે. ઉપવાસ માં સાબુદાણા ની ઘણી વાનગી બનાવી ને ખાવામાં આવે છે. આજે આપણે સાબુદાણા માંથી પેટીસ બનાવી શું.






To Read this Recipe in English click below
Sabudana ni Pattice - Farali Recipe

સામગ્રી

સાબુદાણા - 2 કપ
બાફેલા બટાકા - 3 કપ
લાલ મરચું - 1 ટી સ્પૂન
તલ  - 1 ટી સ્પૂન
લીંબુ નો રસ - 2 ટી સ્પૂન
ખાંડ - 1 ટે સ્પૂન
કાજુ ના ટુકડા - 2 ટે સ્પૂન
દ્રાક્ષ - 1 ટે સ્પૂન
આદુ છીણેલું - 1 ટી સ્પૂન
મીઠું - જરૂર પ્રમાણે
તેલ - શેકવા માટે
ધાણા

રીત

સાબુદાણા ને 4 કલાક થોડું પાણી નાખી ને પલાળો. બટાકા ને બાફી દો. એક બાઉલ માં સાબુદાણા, બટાકા નાખી  ઉપર પ્રમાણે નો બધો મસાલો નાખી દો

 
પછી તેને બરાબર મિક્ષ કરી દો.
 
એને ગોળ વળી દો
 
 
એની પેટીસ વાળી શેકી દો
 
 
ફરાળી ધાણા ની ચટની સાથે પીરશો.