શિંગોડા નો લોટ ઉપવાસ વખતે ખાઈ શકાય છે શિંગોડા નો લોટ નો શીરો બનવા માં બહુ જલ્દી થઇ જાય છે
સામગ્રીઃ
શિંગોડાનો લોટ - 1 કપ
ઘી - ½ કપ
ખાંડ - ¾ કપ
દૂધ - 1 કપ,
એલચીનો ભૂકો - જરૂર પ્રમાણે
રીતઃ
એક વાસણમાં ઘી ગરમ મૂકવું
તેમાં શિંગોડાનો લોટ લાલ થાય ત્યાં સુધી શેકવો
પછી તેમાં ગરમ દૂધ નાખવું અને થોડીવાર હલાવ્યા કરવું.
તેમાં ખાંડ નાંખીને હલાવવું.
છુંટું પડે અને ઘટ્ટ મિશ્રણ બને એટલે નીચે ઉતારીને ઉપરથી એલચીનો ભૂકો છાંટવો.
એના પર બદામ, દ્રાક્ષ નાખી ને ડેકોરેશન કરી શકાય