ફરાળી ભજીયા ઉપવાસ માં ખાઈ શકાય. તેમજ ફરાળી ચટણી સાથે ખુબ સ્વાદીષ્ટ લાગે
રાજગરાનો લોટ - 1 કપ
મોરિયાનો લોટ - ¼ કપ
તલ - 1 Tbsp.
સિંગદાણાનો ભૂકો - 1 Tbsp.
દહીં - 2 Tbsp.
તેલ - મોણ માંટે
મીઠું - જરૂર મુજબ
મરચું - જરૂર મુજબ
ખાંડ - જરૂર મુજબ
રીત
ઉપર ની બધી સામગ્રી ભેગી કરી ખીરું બનવું
અડધો કલાક ઢાંકીને રહેવા દેવું.
પછી તેલમાં નાના ભજિયાં તળી લેવા.
ચટણી સાથે પીરસી શકાય
ચટણી ની રીત
દહીંમાંથી પાણી કાઢી, મસ્કો બનવી, તેમાં મીઠું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, નાળિયેરનું ખમણ, દ્રાક્ષ અને થોડા લીલા ધાણા નાંખી, ચટણી બનાવી ભજિયા સાથે પીરસવી.