મેથી ના ઢેબરા નો લોટ વધીયો હોય તો તેને થોડો ઢીલો કરી ગોતા બનાવી શકાય
ઈડલી નું ખીરું પાતળું થઈ ગયુ હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.
પાણી પુરી નું પાણી કરતા તેના કુચા રહે તેને પંજાબી સમોસા માં નાખવા થી સમોસા ટેસ્ટી લાગે છે .
ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.